લદ્દાખમાં શિયાળુ ખેલ મહોત્સવનું ઉદઘાટન થશે
Live TV
-
કેન્દ્ર શહિત પ્રદેશ લદાખમાં શિયાળુ ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે..જંસ્કાર રમતોત્સવ 13 દિવસ ચાલવાનો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કેન્દ્રીય ખેલકૂદ મંત્રી કિરેન રીજીજૂ જંસ્કાર શિયાળુ ખેલ મહોત્સવનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે લદાખના ઉપરાજ્યપાલ RK માથુર પણ ઉપસ્થિત રહેશે. આજે અનેક ખેલકુદ સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવશે. ખેલકૂદ મહોત્સવના માધ્યમથી વિસ્તારમાં પર્યટનને વેગ આપવા પ્રયાસ થશે. લદ્દાખના સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ અહીં સિંધુ અને જંસ્કાર નદીના સંગમ સ્થાને એક ટ્રેકનું ઉદઘાટન કરી ચુક્યા છે. નદીનું પાણી શિયાળામાં થીજી ગયા પછી બરફની ચાદર પરની ટ્રેકમાં યોજાતા રમતોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશના સહેલાણી આવતા હોય છે. હાલમાં લેહ અને કારગિલ જિલ્લામાં ખેલો ઇન્ડિયા અભિયાન હેઠળ વિવિધ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન થઇ રહ્યું છે. અહીં આઇસ હોકી પેણ રમાય છે. જંસ્કાર રમતોત્સવ 13 દિવસ ચાલવાનો છે.
