Skip to main content
Settings Settings for Dark

લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના નેવલ વેરિઅન્ટનું પ્રથમ સફળ લેંડિંગ 

Live TV

X
  • સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ સફળ ઉતરાણ ભારતીય લડાકુ વિમાન વિકાસ કાર્યક્રમના ઇતિહાસમાં એક મહાન ઘટના છે.

    સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) નેવલ વેરિયન્ટે આજે ​​આઈએનએસ વિક્રમાદિત્ય પર પ્રથમ સફળ ઉતરાણ કર્યું હતું. આ ફાઇટર એરક્રાફ્ટ ટૂંક સમયમાં જ તેના પ્રથમ વાર ઉડશે તેવી સંભાવના છે. આ વિમાન સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

    આ સિદ્ધિ બદલ ડીઆરડીઓ અને નૌકાદળને અભિનંદન આપતાં સંરક્ષણમંત્રી  રાજનાથસિંહે કહ્યું કે આઈએનએસ વિક્રમાદિત્ય પર એલસીએના પ્રથમ ઉતરાણ વિશે જાણીને તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું, આ સફળ ઉતરાણ ભારતીય લડાકુ વિમાન વિકાસ કાર્યક્રમના ઇતિહાસમાં એક મહાન ઘટના છે.

    ડીઆરડીઓએ એક ટવીટમાં જણાવ્યું છે કે, શોર બેઝ્ડ ટેસ્ટ સુવિધા પર વ્યાપક ટ્રાયલ પૂર્ણ કર્યા પછી, એલસીએ નેવીના આઈએનએસ વિક્રમાદિત્ય પર  લેન્ડિંગ કરી હતી. ડીઆરડીઓના અધ્યક્ષ  જી. સતીષ રેડ્ડીએ ડીઆરડીઓ અને અન્ય એજન્સીઓની ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે, જેઓ આ વિમાનના વિકાસમાં સામેલ છે. કોમોડોર જયદિપ મૌલાંકરે આ વિમાનનું લેંડીંગ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply