કોલકાત્તાના ચાર પ્રસિદ્ધ ભવન રાષ્ટ્રને સમર્પિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કોલકાતા પ્રવાસના પ્રથમ દિવસે ગઈકાલે કોલકાતાના ચાર પ્રસિધ્ધ ભવન પુનરોધ્ધાર બાદ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ અવસરે પી.એમ.એ કહ્યું કે, આ દુભાગ્યપૂર્ણ છે કે, બ્રીટીશ શાસન દરમિયાન અને આઝાદી બાદ જે ઇતિહાસ લવાયો તેમાં ઘણા મહત્વપૂર્ણ અધ્યાયોને નજરઅંદાજ કરાયા છે. બાદમાં પ્રધાનમંત્રીએ મિલેનિયમ પાર્કથી ઐતિહાસિક હાવરા બ્રીજ ઉપર સાઉન્ડ એન્ડ લાઇટ શો નું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નદી માર્ગે બેલુરમઠ પહોંચ્યા હતા. મઠના સાધુ સંતોએ પી.એમ.ની આગેવાની કરી હતી. આ મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી.
