Skip to main content
Settings Settings for Dark

લાતૂરમાં PMએ ગજવી સભા, કહ્યું, '5 વર્ષનો વિશ્વાસ જ મારી કમાણી'

Live TV

X
  • લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવતા ચૂંટણી પ્રચારમાં વેગ આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ રેલીમાં શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે પણ હાજર રહ્યા હતા. 

    પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતને સશક્ત કરવું અને ગરીબ તથા વંચિતોનો વિકાસ કરવો એ સરકાર અને ભાજપનો સંકલ્પ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીનો કર્ણાટક અને તમિળનાડુમાં પણ ચૂંટણી સભાને સંબોધનનો કાર્યક્રમ છે. 

    દરમિયાન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજે પૂરીમાં જગન્નાથ મંદિરથી બડા-શાખા સુધી રોડ શો કરશે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ  આજે બિહાર અને આસામમાં ચૂંટણી રેલી કરશે. 

    પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ હોવાથી પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના લાતૂર મંચથી સભાને સંબોધી હતી. આ દરમ્યાન તેમણે આતંકવાદ, ભ્રષ્ટાચાર, કાળાનાણાં અને રાષ્ટ્રવાદ પર વિપક્ષી દળો પર ખાસ કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply