પાક.ના એફ-16 વિમાન તોડી પડાયાના એરફોર્સે રજૂ કર્યાં સબૂત
Live TV
-
તેમણે કહ્યુ કે, બંને દેશોના ફાઈટર પ્લેન્સ વચ્ચે થયેલા ટકરાવમાં બે વિમાન નીચે પડ્યા હતા. જેમાં ભારતનું એક મિગ-21- બાઈસન અને બીજુ પાકિસ્તાનનું એફ-16 વિમાન હતુ.
ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન વાયુ સેનાએ એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો હતો અને આ વિશે અમારી પાસે તમામ પૂરાવા છે. નવી દિલ્હીમાં પત્રકારોને જાણકારી આપતા વાયુસેનાના ઉપ-પ્રમુખ આર.જી.કે. કપૂરે જણાવ્યુ કે, એ વાત સાચી છે કે ભારતીય વાયુસેનાના મિગ-21 બાઈસન વિમાને એફ-16 વિમાન તોડી પાડ્યુ હતુ.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય વાયુસેના પાસે વિશ્વનીય સૂચના અને સાક્ષીઓ છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે, 27 ફેબ્રુઆરીની હવાઈ કાર્યવાહી દરમ્યાન પાકિસ્તાની વાયુસેનાએ પોતાનું એફ-16 વિમાન ગુમાવ્યું હતું. તેમણે પ્રેસ પરિષદમાં ફાઈટર વિમાન તોડી પડાયા સંબંધિત તસવીરો પણ જાહેર કરી હતી.
