લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Live TV
-
22 મહીનાથી જેલમાં છે આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ
સુપ્રીમ કોર્ટ કરોડો રૂપિયાના ચારા કૌભાંડથી જોડાયેલા ત્રણ મામલાઓમાં આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો તરફથી કપિલ સિબ્બલે જામીન અરજીને વિલંબ વગર સુનાવણી માટે સૂચીબદ્ધ કરવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે ચારા કૌભાંડના ત્રણ મામલામાં લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. અત્રે નોંધનીય છે કે ચારા કૌભાંડમાં લાલૂને દોષી ઠેરવવામાં આવ્યા છે. આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ 22 મહીનાઓથી જેલમાં છે.
