CRPFના 54માં શોર્ય દિવસની ઉજવણી
Live TV
-
રાષ્ટ્રપતિએ સી.આર.પી.એફ. જવાનોના પરિવારજનોને વીરતા મેડલ પણ એનાયત કર્યા
સી.આર.પી.એફ. 54માં શૌર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે. વર્ષ 1965માં સી.આર.પી.એફ.ની નાની ટુકડીએ ગુજરાતના કચ્છના રણમાં સરદાર પોસ્ટ પર બહાદુરીથી લડતા પાકિસ્તાની બ્રિગેડના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સી.આર.પી.એફ.ના જવાનોએ પાકિસ્તાનના 34 સૈનિકોને ઠાર કર્યા હતા. જેમાં સી.આર.પી.એફ.ના છ સૈનિક શહિદ થયા હતા. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવ એપ્રિલને શૌર્ય દિવસના રૂપમાં ઉજવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે નવી દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ સી.આર.પી.એફ. જવાનોના પરિવારજનોને વીરતા મેડલ પણ એનાયત કર્યા હતા. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે , સી.આર.પી.એફ. વીર પરિવાર નામની , મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી
