લિંચિંગ મુદ્દે સરસંઘસંચાલક મોહન ભાગવતનો કડક સંદેશ
Live TV
-
દશેરાનું પર્વ સંઘ માટે પણ મહત્વનું છે કારણકે આ જ દિવસે 1925માં સંગઠનની સ્થાપના થઈ હતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી પર 'શસ્ત્રપૂજા' કરી હતી. દશેરાનું પર્વ સંઘ માટે પણ મહત્વનું છે કારણકે આ જ દિવસે 1925માં સંગઠનની સ્થાપના થઈ હતી. આ વાર્ષિક સમારોહમાં એચસીએલના સંસ્થાપક શિવનાદર મુખ્ય અતિથી રહ્યાં હતાં. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, જનરલ (સેવાનિવૃત) વી.કે.સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યાં હતાં.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે દેશની સુરક્ષા વ્યવસ્થા, ભારતીય સેનાની તૈયારી અને સુરક્ષા નીતિના મોર્ચે પણ કેન્દ્ર સરકારના વકાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે અનુચ્છેદ 370 સમાપ્ત કરીને વર્તમાન સરકારે ફરી એકવાર સાબિત કર્યું કે તેમાં રાષ્ટ્રહિતમાં જનતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓની પૂર્તિ કરવાનું સાહસ છે. તેમણે કહ્યું કે સામાજિક હિંસાની કેટલીક ઘટનાઓને લિંચિંગ કહીને, ભારતની છબિ ખરડવાની કોશિશ કરવામાં આવી રહી છે. સંઘનું નામ લિંચિગ સાથે જોડવામાં આવ્યું જ્યારે સંઘના સ્વયંસેવકોને આવી ઘટનાઓ સાથે કોઈ જ સંબંધ નથી.