દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારની ભેટ
Live TV
-
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને 5 ટકા મોંઘવારી ભથ્થુ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેનાથી હવે સરકારી કર્મચારીઓને મળતુ મોંઘવારી ભથ્થું 12 ટકાથી વધી 17 ટકા થઈ ગયુ છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે વધારેલા ભથ્થાની રકમ જૂલાઈ 2019થી આપવામાં આવશે. સરકારના આ નિર્ણયનો લાભ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ જેટલા પેન્શનધારકોને મળશે. તો સરકારના આ નિર્ણયને કારણે સરકારી ખજાના પર 16,000 કરોડનો વધારાનો બોજ પડશે.આ ઉપરાંત કેન્દ્ર સરકારે વિસ્થાપિત કશ્મીરી પરિવારો માટે રાહત પેકેજને મંજૂરી આપી છે. જે અંતર્ગત પરિવાર દીઠ સાડા પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. જેમાં કુલ 5,300 વિસ્થાપિત પરિવારોનો સમાવેશ થાય છે.