PM મોદીએ વર્ષ 2018 બેચના 126 IPS અધિકારીઓ સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પણભાવથી કામ કરવા કહ્યું છે. વર્ષ 2018 બેચના 126 આઈપીએસ અધિકારીઓએ ગઇકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પણભાવથી કામ કરવા કહ્યું છે. વર્ષ 2018 બેચના 126 આઈપીએસ અધિકારીઓએ ગઇકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. પીએમએ અધિકારીઓને રોજબરોજના કામમાં સેવા ભાવ અને સમર્પણને સામેલ કરવા કહ્યું હતું. તેમણે પોલીસ બળને સામાન્ય નાગરિકો સાથે જોડવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, પ્રત્યેક અધિકારીઓને પોલીસ બળ અંગે નાગરિકોના દૃષ્ટિકોણને સમજવો જોઈએ. યુવા અધિકારીઓ સાથે વાતચીતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, અપરાધ રોકવા અંગે પોલીસે તેની ભૂમિકા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેમણે આધુનિક પોલીસ બળને ટેકનિકનો મહત્તમ ઉપયોગ કરવાની વાત કરી હતી. તેમણે 2018 બેચમાં મોટી સંખ્યામાં મહિલા ઉમેદવાર સામેલ થવાની પ્રશંસા કરી હતી.