લિકર પોલિસી કેસના અરવિંદ કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી
Live TV
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લીકર પોલીસીની ગેરરીતી બદલ ઇડીએ ધરપકડ કરી છે. આ ધરપકડ કેટલી યોગ્ય અને કેટલી અયોગ્ય તે અંગે આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.
કેજરીવાલે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં ઇડીએ કરેલી ધરપકડને પડકારી છે. જસ્ટીસ સુવર્ણકાંતા શર્મા આ અંગે સુનવણી હાથ ધરશે. 23 માર્ચે હાઇકોર્ટમાં અરજી કરતાં કેજરીવાલે તાત્કાલીક સુનવણીની માંગણી કર હતી જોકે, હાઇકોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી.
કેજરીવાલની 21 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 22 માર્ચે પીએમએલએ કોર્ટે તેમના 28 માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.