પ્રથમ તબક્કાની લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ
Live TV
-
આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે બિહારમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ ગુરુવાર છે.પ્રથમ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.
તમિલનાડુની 39 બેઠકો, રાજસ્થાનની 12 બેઠકો, ઉત્તર પ્રદેશની 8 બેઠકો, મધ્ય પ્રદેશની છ બેઠકો, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની પાંચ-પાંચ બેઠકો, બિહારની ચાર બેઠકો, પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો, બે-બે બેઠકો પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અનાદમન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીની એક-એક સીટ પર મતદાન થશે.
નામાંકનની ચકાસણી આ મહિનાની 28મી તારીખે થશે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. બિહારમાં, નામાંકનની ચકાસણી આ મહિનાની 30મી તારીખે કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ આવતા મહિનાની બીજી તારીખ છે. 19મી એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કા માટે ગુરુવારે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાન થશે. જેમાં 98 બેઠકો માટે ઉમેદવા રી પત્રક ભરવાનો આજે અને બિહારની ચાર બેઠક માટે ઉમેદવારી નાંધાવવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રીલના રોજ મતદાન થશે. આજે નીતિન ગડકરી અને ભુપેન્દ્ર યાદવ સહિત ઘણાં નેતાઓ ઉમેદવારીપત્ર ભરશે.