સંદેશખાલીનો મુદ્દો ઉઠાવનાર બીજેપીના બશીરહાટના ઉમેદવાર રેખા પાત્રા સાથે પ્રધાનમંત્રીએ કરી વાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજેપીના બશીરહાટના ઉમેદવાર રેખા પાત્રા સાથે વાત કરી, જેમણે સંદેશખાલીનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને 'શક્તિ સ્વરૂપા' ગણાવ્યા. તે સંદેશખાલીમાં બનેલી ઘટનાઓનો પણ શિકાર છે.
સોશિયલ મીડિયા પર વાતચીતના ઓડિયોમાં, પ્રધાનમંત્રી મોદીએ બશીરહાટના ઉમેદવાર રેખા પાત્રાના, પ્રચાર અને ભાજપના સમર્થન અંગે પૂછપરછ કરી હતી. પાત્રાએ સંદેશાવાળી, મહિલાઓની દુર્દશા પર પ્રકાશ પાડ્યો હતો. તેણીએ પ્રધાનમંત્રીને ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા અને તે શું કરવા માંગે છે તે પણ જણાવ્યું. પ્રધાનમંત્રી તેમની એ હકીકત માટે પ્રશંસા કરી કે, ' તેઓ વિપક્ષી તૃણમૂલ કાર્યકર્તાઓ સાથે થતા, અન્યાય માટે પણ કામ કરવા માંગે છે.'
વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ, ચૂંટણી પંચને વિનંતી કરતા કહ્યું કે, 'છેલ્લા ઘણા સમયથી જે લોકો સ્થાનિક સ્તરે મતદાન કરી શક્યા નથી, તેઓ આ વખતે મતદાન કરી શકે તેની ખાતરી કરવી જોઈએ. બંગાળમાં સ્થાનિક લોકો તૃણમૂલ કોંગ્રેસથી નારાજ છે.' તેમને આશા છે કે, ત્યાંની મહિલાઓ સારા ભવિષ્ય માટે ભાજપને મત આપશે.