26 માર્ચ 1974ના દિવસે ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી
Live TV
-
આંદોલનનું મૂળ કેન્દ્ર ચમોલી જિલ્લાનું રેની ગામ હતું, 26 માર્ચ 1972એ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર થયું
ભીષણ ગરમીનો સામનો આજે વિશ્વ કરી રહ્યું છે. વધી રહેલી ગરમી પાછળ કારણ ગ્લોબલ વોર્મિંગ છે. ઘટી રહેલા વૃક્ષો અને વધી રહેલા ક્રોકિટના જંગલોને કારણે પ્રકૃતિને માઠી અસર પહોંચી. વૃક્ષોને બચાવવા અને તેનું સંરક્ષણ કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે વૃક્ષો પ્રત્યેના પ્રેમ સાથે 26 માર્ચનો દિવસ આત્મિયતાથી જોડાયેલો છે. 26 માર્ચ 1974ના દિવસે ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. આ આંદોલન આમ તો 1970માં તે વખતના ઉત્તરપ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
ચિપકો આંદોલનના જનક સુંદરલાલ બહુગુણા હતા. આ આંદોલનનું મૂળ કેન્દ્ર ચમોલી જિલ્લાનું રેની ગામ હતું. આ આંદોલનમાં લોકોએ વૃક્ષોને ગળે લગાવી દીધા હતા, કારણ કે કોઈ તેને કાપી ન શકે. આ આલિંગન પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે પ્રેમનું પ્રતિક બન્યું હતું, અને તેનું નામ 'ચિપકો' પડી ગયું હતું.જે સમયે કોન્ટ્રાક્ટર અને વન અધિકારીઓ વૃક્ષો કાપવા માટે ગયા ત્યારે ત્યાં માત્ર મહિલાઓ જ બચી હતી. પોતાના જીવની પરવાહ કર્યા વીના 27 મહિલાઓએ ગૌરાદેવીના નેતૃત્વમાં ચિપકો આંદોલન શરૂ કરી દીધું.આજના દિવસે એટલે કે 26 માર્ચના દિવસે સ્વતંત્ર ભારતના પહેલા પર્યાવરણ આંદોલનના મૂળિયા નંખાયા હતા.
26 માર્ચનો દિવસ ભારત અને તેના પાડોશી દેશ સાથે પણ ઘટિષ્ટતાથી જોડાયેલો છે. 26 માર્ચ 1972ના દિવસે પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર થયું હતું. 3 ડિસેમ્બર 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજુ યુદ્ધ થયું હતું. 13 દિવસ ચાલેલા આ યુદ્ધમાં 16 ડિસેમ્બર પાકિસ્તાની સેના નતમસ્તક થઈ ગઈ અને સરેન્ડર કરી દીધું. યુદ્ધમાં પાકિસ્તાનની હાર પછી એક નવા દેશ તરીકે બાંગ્લાદેશનો દુનિયાના નકશા પર ઉદય થયો. આ હારના પરિણામ સ્વરૂપ પૂર્વ પાકિસ્તાન આઝાદ થઈ ગયું અને નવા દેશ તરીકે બાંગ્લાદેશ બન્યું હતું.