કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી
Live TV
-
આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી, જેમાં રાજસ્થાન માટે 4 અને તમિલનાડુ માટે 1 ઉમેદવારનું નામ જાહેર
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન માટે 4 અને તમિલનાડુ માટે 1 ઉમેદવારનું નામ જાહેર કરવમાં આવ્યું છે. આ યાદીમાં રાજસ્થાનની અજમેર બેઠકથી રામચંદ્ર ચૌધરી, રાજસમંદથી સુદર્શન રાવત, ભીલવાડાથી ડો. દામોદર ગુર્જર અને કોટાથી પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે તમિલનાડુની તિરુનેલવેલી લોકસભા સીટ પરથી એડવોકેટ સી. રોબર્ટ બ્રુસને ટિકિટ આપવામાં આવી છે. તેમજ કોંગ્રેસે અત્યાર સુધીમાં 193 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.