Skip to main content
Settings Settings for Dark

લેહમાં ભારે બરફવર્ષાના પગલે સર્જાયો પ્રકૃતિનો અદ્દભૂત નજારો 

Live TV

X
  • હિમાચલ પ્રદેશના જનજાતીય લાહુલ સ્પીતિ અને કિન્નૌર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલ બરફવર્ષાના કારણે મનાલી -લેહ માર્ગ બંધ થઈ ગયો હતો. કુંજમમાં પણ ભારે વરસાદના કારણે દારચા શિકુલા પદ્દૂમ માર્ગ પણ બંધ થયો હતો. 

    ભારે બરફવર્ષાના કારણે અટલ ટનલ પણ બંધ કરવામાં આવી છે. ઉત્તરાખંડના પણ મોટાભાગના જિલ્લાઓમાં બરફની ચાદર પથરાઈ હતી. ચંબા જિલ્લામાં સૌથી વધુ ભારે બરફવર્ષા નોંધાઈ હતી.  હવામાન વિભાગે 11 અને 12 ડિસેમ્બરે યલો એલર્ટ જારી કર્યું છે.

    ગુરુવારે સવારે લેહમાં ભારે બરફવર્ષા થઈ હતી. જો કે બરફની ચાદર પથરાવાના કારણે પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળ્યો હતો. લેહના રસ્તાઓ અને ગલીઓમાં તેમજ લોકોના ઘરો પર તાજો બરફ પથરાતા નજારો અદ્દભૂત બન્યો હતો. 

    લેહના પહેલા મંગળવારે અને બુધવારે હિમાચલપ્રદેશના કેટલાક વિસ્તારોમાં બરફનો વરસાદ થયો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply