PM મોદીએ આજે નવા સંસદભવનની વિધિવત્ આધારશિલા મૂકી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનની આધારશિલા મૂકી છે. બપોરે 12.30 વાગ્યે પ્રધાનમંત્રી દિલ્હીના તે સ્થળે પહોંચ્યા હતા, જ્યાં નવું સંસદભવન બનશે. નવું સંસદભવન આત્મનિર્ભર ભારતના બુનિયાદી વિચારને વેગ આપશે અને આધુનિક તકનીકોથી સજ્જ હશે.
વર્તમાન સંસદભવન નજીક ઉભી થનારી ત્રિકોણીય ઇમારત સુરક્ષા સુવિધાથી સજ્જ હશે. ભારતીય સંસ્કૃતિની પ્રાદેશિક કલા, વાસ્તુકલાનું મિલન સ્થાન બની રહેશે. નવા સંસદ ભવનમાં જૂના સંસદ ભવનની જેમ નવ માળ રહેશે. 1224 સાંસદો એકસાથે રહી શકે તેવી સુવિધા નવા સંસદ ભવનમાં બનાવવામાં આવશે.
નવા સંસદભવનના નિર્માણકાર્યમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ થશે અને પર્યાવરણ અનુકુળ કાર્યશૈલીને પ્રોત્સાહન આપવામાં આવશે. લોકસભા અને રાજ્યસભા માટે એક - એક ઇમારતો ઉભી થશે. આવનારા 100 વર્ષેની જરૂરિયાતોને ધ્યાને રાખીને ભવન નિર્માણ થશે.
