દેશના અનેક ભાગોમાં આજે યોજાઈ રહી છે ચૂંટણી
Live TV
-
દેશના અનેક ભાગોમાં આજે યોજાઈ રહી છે ચૂંટણી જેમાં જમ્મુ કાશ્મીરમાં આજે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના પાંચમા તબક્કા અને પંચાયત પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. પાંચમા તબક્કામાં 37 જિલ્લા વિકાસ પરિષદ માટે મતદાન થઇ રહ્યું છે. કાશ્મીરના 17 અને જમ્મૂના 20 ડિવિઝનમાં મતદાન થઇ રહ્યું છે. ડીડીસી ચૂંટણીના આ તબક્કામાં 299 ઉમેદવારોનું ભાવી સીલ થશે. તેમાં 229 પુરૂષ અને 70 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. 8 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. છેલ્લા આંકડા મુજબ ત્યાં 10 ટકા મતદાન થયું છે. આસામમાં પણ બોડો લેન્ડ પ્રાંતીય પરિષદની ચૂંટણી માટે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. કોકરાઝાર અને ચિરાંગ જિલ્લાની 19 બેઠકો માટે મતદાન જારી છે. મતદાન શાંતિપુર્વક થાય તે હેતુસર સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક મતદાન કેન્દ્રમાં હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ થઇ રહ્યો છે. મત ગણતરી શનિવારે હાથ ધરવામાં આવશે. કેરળમાં પણ સ્થાનિક પંચાયતી એકમોની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કામાં કોટ્ટાયમ, ત્રિશુર, એર્નાકુલમ, પલક્કડ અને વાયનાડ એમ પાંચ જિલ્લામાં મતદાન થઇ રહ્યું છે. અંતિમ તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. મત ગણતરી 16 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
