Skip to main content
Settings Settings for Dark

લોકડાઉન દરમિયાન રાહત દરે દવાઓ પૂરી પાડવા 6000 થી વધુ જનઔષધિ કેન્દ્રો યુદ્ધના ધોરણે કાર્યરત 

Live TV

X
  • રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે કોવિડ -19 ને કારણે હાલની પરિસ્થિતિનો સામનો કરવા  જનઔષધિ કેન્દ્રોના વખારો યુદ્ધના સ્તરે રાત-દિવસ કામ કરે છે.

    દેશભરમાં કોવિડ 19 મહામારી ને લીધે 21 દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉન દરમ્યાન
    જીવન જરૂરી વસ્તુઓ મળતી રહે તેને માટે કેન્દ્ર સરકાર કાર્યરત છે. આવી જ એક જીવન
    જરૂરી વસ્તુ દવાઓ છે. અને આ દવાઓને રાહત દરે પહોચાડવા દેશભરમાં છ હજાર 300
    પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્રો કાર્યરત છે. જનઔષધિ કેન્દ્રો ઉપર પૂરતા પ્રમાણમાં દવાઓ
    મળે તે માટે સરકાર કાર્યરત છે. રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ
    કહ્યું છે કે કોવિડ -19 ને કારણે હાલની પરિસ્થિતિનો સામનો કરવા  જનઔષધિ કેન્દ્રોના
    વખારો યુદ્ધના સ્તરે રાત-દિવસ કામ કરે છે.

    લોકડાઉન દરમિયાન, જનઔષધિ કેન્દ્રોના ફાર્માસિસ્ટ્સ સામાન્ય નાગરિકોને રાહત ભાવે
    ગુણવત્તાવાળી સામાન્ય દવાઓ પૂરી પાડતા હોય છે. ' જનઔષધિ સુગમ' મોબાઇલ
    એપ્લિકેશન પણ સામાન્ય લોકો માટે તેમના નજીકના જનૌષધિ કેન્દ્રને શોધવા માટે અને
    તેની કિંમત સાથે દવાઓની ઉપલબ્ધતા માટે કાર્યરત છે. હાલમાં, 7૦૦ જિલ્લામાં  
    જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. હાલમાં, અનેક રોગો માટેની દવાઓ અને તબીબી સાધનો
    6200 જનુષાધિ કેન્દ્રો દ્વારા આપવામાં આવે છે. 1 થી 7 માર્ચ દરમિયાન જનુષાધિ
    સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply