લોકસભાના શિયાળુ સત્રમાં સમાચાર પત્રની રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવા બિલ પસાર કરવામાં આવ્યું
Live TV
-
આજે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી હતી. ચોથી ડિસેમ્બરના રોજ શરૂ થયેલ સંસદના શિયાળુ સત્રમાં કુલ 14 બેઠકો થઈ. જેમાં ભારતીય ન્યાય સંહિતા, દૂરસંચાર વિધેયક સહિત 18 બિલો પસાર કરવામાં આવ્યા. લોકસભાના શિયાળુ સત્રની કાર્ય ઉત્પાદકતા લગભગ 74 ટકા રહી હતી. સંસદની કાર્યવાહીમાં સહયોગ બદલ અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે આ 17મી લોકસભાનું 14મું સત્ર હતું.
સમાચાર પત્ર અને પત્રિકાઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ અને સુગમ બનાવવાના હેતુથી લાવવામાં આવેલ પ્રેસ અને પત્ર-પત્રિકા નોંધણી બિલ 2023 ને લોકસભામાં પસાર કરવામાં આવ્યું. જેમાં અરજી પછી 60 દિવસની અંદર નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ વિધેયક અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે આ વિધેયક ગુલામીની માનસિકતાને નાબૂદ કરશે. તેમણે કહ્યું કે હવે માત્ર બે મહિનાની અંદર પત્ર-પત્રિકાઓની નોંધણી થઈ શકશે. સાથે જ લોકસભામાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નર નિયુક્તિ સેવા શરત અને કાર્યાલય વિધેયક 2023 પણ પસાર કરવામાં આવ્યું. આ વિધેયક ચૂંટણી કમિશ્નર, ચૂંટણી કમિશ્નર્સની સેવા શરતો અને કાર્યસંચાલન અધિનિયમ 1991નું સ્થાન લેશે. આ વિધેયકમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નર્સ નિયુક્તિ, વેતન અને પદ પરથી ખસેડવા અંગેની જોગવાઈ સામેલ છે.