લોકસભામાં આજે ઉચ્ચ અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના વેતન તથા સેવા સંશોધક વિધેયક રજૂ કરવામાં આવશે
Live TV
-
લોકસભામાં સોમવારે ધ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટીલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બિલ 2021 પર ચર્ચા થઇ અને સદનમાં આ બિલને પાસ કરવામાં આવ્યુ હતું. લોકસભામાં આજે ઉચ્ચ ન્યાયાલય અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના વેતન અને સેવા સંશોધન બિલ રજૂ કરવામાં આવશે.જ્યારે રાજ્યસભામાં એઆરટી વિનિમન બિલ અને સરોગેસી રેગ્યુલેશન બિલ પણ રજૂ કરવામાં આવશે.સોમવારે રાજ્યસભા અને લોકસભામાં કેટલાક મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરવામાં આવનાર હતા પરંતુ વિપક્ષના હંગામાના કારણે રાજ્યસભા સ્થગિત થઇ હતી તો લોકસભાની કાર્યવાહીમાં ગૃહમંત્રી અમિત શાહે નાગાલેન્ડની ઘટના અંગે જણાવ્યું કે સમગ્ર ઘટના મામલે SITની રચના કરવામાં આવી છે. SIT એક મહિનામાં રિપોર્ટ સોપશે. ભારત સરકારવતી આ ઘટના મુદ્દે તેમણે દુખ વ્યક્ત કર્યું હતું તથા મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
