દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપ સંસદીય દળની પ્રથમ બેઠક મળી
Live TV
-
દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળી.સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપ સંસદીય દળની આ પ્રથમ બેઠક છે.બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ ભાજપના સાંસદો અને મંત્રીઓએ ભાગ લીધો.અગાઉ આ બેઠક સંસદ પરિસરમાં યોજાનાર હતી.પરંતુ ઓડિટોરિયમમાં મરામત કાર્ય ચાલતુ હોવાથી બેઠકનું સ્થળ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો.બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત મહાનુભાવોને આજની સંસદની કાર્યવાહી અને રજૂ થનારા પ્રસ્તાવો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
