શિયાળુ સત્રના બીજા અઠવાડિયે પણ વિપક્ષનો હોબાળો યથાવત્,રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત
Live TV
-
શિયાળુ સત્રના બીજા અઠવાડિયે પણ વિપક્ષનો હોબાળો યથાવત્ છે. જેને કારણે રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે. તો લોકસભામાં પ્રશ્નકાળ યથાવત રાખવામાં આવ્યો છે. લોકસભામાં સોમવારે ધ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટીલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બિલ 2021 પર ચર્ચા થઇ અને સદનમાં આ બિલને પાસ કરવામાં આવ્યુ હતું. લોકસભામાં આજે ઉચ્ચ ન્યાયાલય અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના વેતન અને સેવા સંશોધન બિલ રજૂ કરવામાં આવશે.જ્યારે રાજ્યસભામાં એઆરટી વિનિમન બિલ અને સરોગેસી રેગ્યુલેશન બિલ પણ રજૂ કરવામાં આવશે.સોમવારે રાજ્યસભા અને લોકસભામાં કેટલાક મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરવામાં આવનાર હતા પરંતુ વિપક્ષના હંગામાના કારણે રાજ્યસભા સ્થગિત થઇ હતી.
