Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં આજે તલાક બિલ પર ચર્ચા

Live TV

X
  • મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ વિધેયક 2018 પર ,આજે લોકસભામાં ચર્ચા થશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ,આ બીલને સંસદમાં રજૂ કરશે. આ વિધેયકમાં એક સાથે ત્રણ વખત તલાક બોલી લગ્ન સંબંધ તોડવા પર ,રોક લગાવવાનું પ્રાવધાન છે. વિધેયકમાં ,ત્રણ વખત તલાક બોલી સંબંધ તોડવો ,એ દંડનીય અપરાધ માનવામાં આવ્યું છે. જે માટે ત્રણ વર્ષની સજા થઇ શકે છે. સંસદીય મામલાના રાજ્યમંત્રી વિજય ગોયલે, ભારતીય જનતા પાર્ટીના સાસંદોને ચર્ચા માટે ,લોકસભામાં હાજર રહેવા ,વ્હિપ જારી કર્યો છે. આ બીલ 2017માં ,રાજ્યસભામાં પાસ ન થઇ શકતા ,કેબિનેટમાં તેના પર ઓર્ડિનેસ બહાર પાડવામાં આવ્યો છે. હવે તે ઓર્ડિનેસ ,બીલ સ્વરૂપે લોકસભામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply