બાળકોના એડમિશન માટે આધાર નંબરની જરૂર નહીં
Live TV
-
આધાર ઇસ્યૂ કરનાર ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધીકરણે કહ્યું છે કે, શાળાના બાળકોના એડમિશન માટે 12 આંકડાવાળા આધાર નંબરની શરત રાખી શકશે નહીં. પ્રાધીકરણે સ્કૂલને ચેતવણી આપતા કહ્યું છે કે, પ્રવેશ માટે આધારની શરત રાખવી તે સુપ્રિમકોર્ટના આદેશ વિરૂધ્ધ ગણાશે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણના સીઈઓ ભૂષણ પાંડેએ નવી દિલ્હીમાં કહ્યું કે, સ્કૂલમાં એડમિશન માટે આધારકાર્ડની માંગ કરવા સામે કાયદો સંમત નથી. તેમણે કહ્યું કે, પ્રાધિકરણને ,આ કાયદાની ખબર છે કે, સ્કૂલમાં પ્રવેશ સમયે બાળકોનું આધારકાર્ડ માંગવામાં આવે છે. દિલ્હીમાં નર્સરી અને પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ શરૂ થયો છે. ત્યારે પ્રાધિકરણે સ્કૂલના સંચાલકોને કહ્યું કે, તેઓ સુનિશ્ચિત કરે ,કે આધાર નંબરના કારણે બાળકોના એડમિશનની કોઈ તકલીફ પડવી જોઈએ નહીં
