લોકસભામાં બજેટ પર આજથી શરુ થશે ચર્ચા
Live TV
-
રાજ્યસભામાં પણ અનેક મહત્વના બિલ પર ચર્ચા પછી થશે મતદાન
લોકસભામાં આજે સામાન્ય બજેટ પર ચર્ચા થશે. આ સાથે જ રાજ્યસભામાં પણ અનેક મહત્વના વિધેયક પર ચર્ચા પછી મતદાન થવાનું છે. વિધેયકોને પસાર કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભાના દરેક સભ્યોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે.
લોકસભામાં આજથી સામાન્ય બજેટ 2019-20 પર ચર્ચા શરુ થશે. શુક્રવારે લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ સાથે જ ગૃહ મંત્રાલયને લગતાં 3 મહત્વના વિધેયકો સહિત કુલ 8 વિધેયકો પણ નીચલા સદનમાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં આજની કાર્યવાહીમાં નિયમિત કાર્ય ઉપરાંત દંતચિકિત્સક (સંશોધન) વિધેયક અને આધાર કાનૂન સાથે જોડાયેલા વિધેયકો પર ચર્ચા થશે. આ બન્ને બિલ પહેલા જ પસાર થઈ ચૂક્યાં છે.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભા સંસદોને આજે અને કાલે સદનમાં હાજરી આપવા માટે વ્હીપ જાહેર કર્યો છે. ત્રણ લાઈનના વ્હીપમાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે ઉચ્ચ સદનમાં કેટલાક અતિમહત્વપૂર્ણ કાર્ય પર ચર્ચા થશે અને પસાર કરવાના છે જેથી અનિવાર્ય રીતે હાજર થઈને સરકારના પક્ષનું સમર્થન કરવાનું કહેવામાં આવ્યું છે.
