લોકસભામાં રજુ કરાયેલા વન સંરક્ષણ સુધારા ખરડા અંગે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા
Live TV
-
લોકસભામાં રજુ કરાયેલા વન સંરક્ષણ સુધારા ખરડા અંગે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યાં છે. આ સુધારા ખરડો લોકસભા દ્વારા સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ અને સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે સ્વૈચ્છિક સંસ્થાઓ, નિષ્ણાતો તથા સંલગ્ન સંસ્થાઓ કે વ્યક્તિઓને આ અંગે સુધારા કે સૂચનો માટે જણાવ્યું છે.
આ અંગેના સૂચનો અંગ્રેજી કે હિન્દીમાં લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ રૂમ નંબર – 440, સંસદ ભવન એનેક્સી પર મોકલવાના રહેશે. ઇ-મેઇલ આઇ.ડી. JCFCAB-LSS @sansad.nic.in પર સૂચનો 15 દિવસમાં મોકલવાનાં રહેશે. આ સૂચનો ગોપનીય રખાશે. જે વ્યક્તિ રૂબરૂ રજૂઆત કરવા ઇચ્છે તે જણાવશે તો સમિતિ આ અંગે વિચારણા કરશે.
