લોકસભામાં વિપક્ષી નેતાઓનો હોબાળો
Live TV
-
સરકાર વિપક્ષના દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર : રાજનાથસિંહ
સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ સતત હોબાળો કરી રહ્યા છે. તેના જ કારણે સંસદ સત્રમાં અડચણ ઊભી થાય છે. આજે સંસદનો આરંભ થતાં જ વિપક્ષી સાંસદો વેલમાં આવી ગયા હતા અને વિવિધ મુદ્દે હોબાળો કરતાં રાજ્યસભા બે કલાક સુધી
સ્થગિત કરવામાં આવી છે. ત્યાં જ લોકસભામાં પણ વિપક્ષી નેતાઓ દ્વારા હોબાળો કરતાં સંસદ સ્થગિત કરવામાં આવી છે. સંસદના કાર્યમંત્રી અનંતકુમારે વિપક્ષને જણાવ્યું છે કે, તે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. છતાં પણ વિપક્ષ હોબાળો કરે છે. તે
દરમિયાન બે મહત્વપૂર્ણ ખરડા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી અને પેસીફિક રીલીફ બિલ સુધારો પસાર કરવામાં આવ્યાં છે. મંત્રી અનંતકુમારે વિપક્ષની સંસદની કાર્યવાહી ચલાવવાની અપીલ કરી છે. સંસદની બહાર પણ રાજનાથસિંહે જણાવ્યું કે, સરકાર વિપક્ષના દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.