લોકસભામાં સરકારે 325 વિરુદ્ધ 125થી વિશ્વાસનો મત જીત્યો
Live TV
-
લોકસભામાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ શુક્રવારે 11 કલાક લાંબી ચર્ચા બાદ પડી ભાંગ્યો હતો. લાંબી ચર્ચાના અંતે સરકારે બહુમત પુરવાર કરી દીધો હતો.
સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ તરફથી મોદી સરકાર વિરુદ્ધ રજૂ કરાયેલો અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાંગ્યો હતો. વોટિંગ દરમ્યાન સરકારના તરફેણમાં 325 મત પડ્યા હતા જ્યારે સરકારની વિરુદ્ધમાં 125 મત પડ્યા હતા. મતદાન અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોઢ કલાક લાંબા ભાષણમાં વિપક્ષના વિવિધ આક્ષેપોનો જવાબ આપ્યો હતો. ચર્ચામાં દિવસ દરમ્યાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાફેલ સોદા સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે આક્ષેપો કર્યા હતા.
સરકારના સહયોગી પક્ષોએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ મત આપવાની વાત કરી હતી. આ સિવાય તમામ બિન એનડીએ પક્ષોએ પણ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન ન આપવાનો સંકેત આપ્યો છે. એઆઈએડીએમકે તરફથી તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ ઈશારામાં કહ્યું કે તેમની પાર્ટી પ્રસ્તાવને સમર્થન નહીં આપે. તેમણે કહ્યું કે પ્રસ્તાવ ટીડીપી તરફથી આંધ્ર પ્રદેશના હિત સાથે જોડાયેલા મુદ્દાને લઈને લાવવામાં આવ્યો છે. જ્યારે તેમની પાર્ટીએ કાવેરીનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો ત્યારે ટીડીપીએ સાથ આપ્યો ન હતો. લોકસભામાં એઆઈડીએમકેના 37 સાંસદો છે અને તે ગૃહમાં ભાજપ, કોંગ્રેસ બાદ બીજી સૌથી મોટી પાર્ટી છે. આ મામલે ટીડીટીના સાંસદો વચ્ચે પણ એક મંતવ્ય નથી. પાર્ટીના એક સાંસદે કહ્યું કે, તે પ્રસ્વાત પર ચર્ચા દરમિયાન ગૃહમાં હાજર રહેશે નહીં. ટીડીપીએ પણ વ્હીપ જારી કરીને શુક્રવાર અને સોમવારે ગૃહમાં હાજર રહેવાનું કહ્યું છે.
