લોકસભા અને રાજયસભાની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત
Live TV
-
સંસદમાં એઆઇડીએમકેના સભ્યોએ કાવેરી પ્રબંધન બોર્ડ ગઠન કમિટિની કરી માંગ.
સંસદના બંને ગૃહ રાજ્યસભા અને લોકસભામાં આજે પણ કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષે હોબાળો કર્યો હતો. જેના કારણે પહેલા લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. ત્યાર બાદ આવતી કાલ સુધી સ્થગિત કરી દેવાઈ હતી. સવારે જેવી સંસદમાં
કાર્યવાહી શરૂ થઇ કે તરત એઆઇડીએમકેના સભ્યો કાવેરી પ્રબંધન બોર્ડ ગઠન કમિટિની માંગ કરતા અધ્યક્ષની સીટ સુધી પહોંચી ગયા હતા અને હોબાળો કર્યો હતો. વિપક્ષના હોબાળાને કારણે લોકસભા અને રાજ્ય સભા બંને ગૃહની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવાઈ હતી.