CBSE પેપર લીક : વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, ધોરણ 10ની પરીક્ષા ફરી નહીં લેવાય
Live TV
-
દેશભરમાં ,ધોરણ 10ની પરીક્ષા ફરી નહીં લેવાય - CBSE બોર્ડેનો નિર્ણય - હરિયાણા અને દિલ્લીના વિદ્યાર્થીઓ માટે ,રાહતના સમાચાર
CBSE પેપર લીક મામલે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. CBSE બોર્ડે ગણિતનું પેપર સમગ્ર દેશમાં ફરીથી નહી લેવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, રાષ્ટ્રિય માનવ અધિકાર પંચે ધોરણ 10 અને 12ના પેપર લીક થવાના મામલે કેન્દ્રિય શિક્ષા સચિવ, કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ, સીબીએસઈના ચેરમેન અને દિલ્હી પોલીસ આયોગને નોટિસ ફટકારી છે.
આયોગનું માનવું છે કે, આ મામલામાં સંબંધિત વિભાગ વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયું છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આયોગે કેન્દ્રિય શિક્ષા સચિવ, સીબીએસઇના ચેરમેન અને દિલ્હી પોલીસ આયોગને નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. નોટિસમાં સંબંધિત વિભાગે જણાવવું પડશે કે, ભવિષ્યમાં પેપર લીક ન થાય તે માટે આ તમામ વિભાગે શું આયોજન કર્યું છે.