આજના દિવસે અંતરિક્ષમાં પહોંચીને રાકેશ શર્માએ રચ્યો હતો ઈતિહાસ
Live TV
-
3 એપ્રિલના રોજ ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માએ અવકાશમાં પગલુ ભર્યુ હતુ
વર્ષ 1984માં આજના દિવસે એટલે કે 3 એપ્રિલના રોજ ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માએ અવકાશમાં પગલુ ભર્યુ હતુ..તેઓ સોવિયેત સંઘના સોયુઝ-ટી 11 અંતરિક્ષ અભિયાન અંતર્ગત બે અંતરિક્ષ યાત્રીઓની સાથે ગયા હતા..અંતરિક્ષમાં તેમના જવાની ખબરથી જ તે સમયે તમામ ભારતીયો ગદગદિત થઈ ગયા હતા..13 જાન્યુઆરી 1949ના રોજ પંજાબના પટિયાલામાં જન્મેલા રાકેશ શર્મા લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર પદે સેવાનિવૃત્ત થયા હતા.3 એપ્રિલ 1984માં તેમણે લૉ ઓર્બિટમાં સ્થિત સોવિયેત સ્પેસ સ્ટેન માટે ઉડાન ભરી અને સાત દિવસ સ્પેસ સ્ટેશનમાં વિતાવી એક નવો કીર્તીમાન સ્થાપિત કર્યો હતો.પોતાના આ સંયુક્ત અંતરિક્ષ મિશન અંતર્ગત રાકેશ શર્માએ ભારતના અનેક ભાગોની ફોટોગ્રાફી પણ કરી હતી.આ અંતરિક્ષ યાત્રી સાથે તેઓ વિશ્વના 138માં અંતરિક્ષ યાત્રી બની ગયા હતા.તેમના પિતાનું નામ દેવેન્દ્ર શર્મા અને માતાનું નામ તૃપ્તા શર્મા હતુ..પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં લીધુ અને પછી ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા..
અવકાશમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્માને ‘સોવિયેત સંઘના હીરો’નું બિરુદ અપાયું. ભારત સરકારે તેમને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા. નવેમ્બર, ૨૦૦૯માં ઇસરોએ યોજેલા ભારતના ટોચના વિજ્ઞાનીઓના સંમેલનમાં રાકેશ શર્માએ ભાગ લીધો હતો.
1૯૭૦માં તેઓ ભારતીય હવાઈદળમાં પાઈલટ ઓફિસર તરીકે જોડાયા હતા. ૧૯૭૧માં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે પણ તેમણે મિગ-૨૧ ઉડાવ્યું હતું. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) અને સોવિયેત સંઘના સોવિયેત ઇન્ટરકોસ્મોસના સંયુક્ત અવકાશ કાર્યક્રમ હેઠળ ૧૯૮૨માં સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્માની પસંદગી કરાઇ હતી. ૩ એપ્રિલ, ૧૯૮૪ના રોજ સોયુઝ ટી - ૧૧ અવકાશયાન દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યું હતું.તેમણે અવકાશમાં ૭ દિવસ, ૨૧ કલાક અને ૪૦ મિનિટનો સમય ગાળ્યો હતો અને અને આ સિદ્ધિ મેળવતાની સાથે જ તેમનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થઈ ગયું.ઇન્ડિયન એર ફોર્સના અધિકારીએ ૧૯૮૪માં અવકાશમાં પગ મૂકીને ઇતિહાસ સર્જ્યો. ૩૫ વષીર્ય સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા બીજી એપ્રિલ ૧૯૮૪ના રોજ અંતરિક્ષમાં પહોંચ્યા અને સેલ્યુટ ૭ નામના અવકાશ મથકે ૮ દિવસ ગાળ્યા. સોયુઝ ટી-૧૧માં અવકાશી મુસાફરી દરમિયાન રાકેશ શર્માએ ઉત્તર ભારતના હિમાલય પર્વતમાળામાં સ્થપાયેલા જળવિદ્યુત મથકોની મિલ્ટ સ્પેક્ટ્ર્લ ફોટોગ્રાફી કરી.રાકેશ શર્મા અવકાશમાં પગ મૂકનારા પ્રથમ ભારતીય અને વિશ્વના ૧૩૮મા પ્રવાસી બન્યા.