કાયદામંત્રી રવિશંકર પ્રસાદે SC/ST મામલે વિપક્ષને રાજનીતિ ન કરવા અપીલ કરી
Live TV
-
કેન્દ્ર સરકારે SC/ST એટ્રોસિટી એક્ટ મામલે પુર્નવિચારની અરજી દાખલ કરી છે. જો કે તેને લઈને દેશભરમાં દલિત સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે SC/ST એટ્રોસિટી એક્ટ મામલે પુર્નવિચારની અરજી દાખલ કરી છે. જો કે તેને લઈને દેશભરમાં દલિત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. એવામાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના અધિનિયમ
મુદ્દે સરકાર દલિતોના અધિકારોનું રક્ષણ કરવા માટે પૂર્ણ રીતે કટિબધ્ધ છે.રવિશંકર પ્રસાદે જણાવ્યું ,કે કોઇ સરકારે SC-ST સમુદાયોને આટલા અવસર નથી આપ્યા, જેટલા ભાજપ સરકારે આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અન્ય સરકારે બાબા સાહેબ આંબેડકરના યોગદાનને ધ્યાનમાં રાખીને કોઈ ખાસ કાર્ય આ સમુદાય માટે નથી કર્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે વિવિધ યોજના દ્રારા SC/STના સમુદાયને, આર્થિક રીતે ઉન્નત બનાવવા માટે મુદ્રા યોજના જેવી અનેક યોજના લાગુ કરી છે.
કેન્દ્રિય કાયદામંત્રીએ SC-ST મુદ્દા પર વિપક્ષને રાજનિતી ન કરવા અનુરોધ કર્યો હતો. તેમજ SC-ST સમુદાયના વિકાસ માટે તેમજ તેમના અધિકારોના રક્ષણ માટે સાથે મળીને કામ કરવા અને સહયોગ આપવા માટે અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્રારા
SC-ST એક્ટમાં કરાયેલા ફેરફાર બાદ કેન્દ્રસરકારે સોમવારે આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પુન વિચારણાની અરજી દાખલ કરી છે.આ અરજીમાં સરકારે તેમના તરફથી તર્ક આપ્યા છે. સરકારે જણાવ્યું છે કે SC-STના કથિત ઉત્પીડનને લઇને તરત થનાર ઘરપકડ પર પ્રતિબંધ લગાવવાથી સુપ્રીમ કોર્ટનો આદેશ SC-STના કાયદાને વધુ નબળો બનાવશે. આ સાથે કેન્દ્ર સરકારે અરજીમાં
જણાવ્યું છે કે SC-STના અધિનિયમમાં કોર્ટ એ મુદ્દા પર પુનવિચાર કરે જેમાં કેટલાક ગંભીર ગૂનાઓમાં જમાનત આપવાનું પ્રાવધાન છે. આ પ્રકારના આ કાયદાને કારણે અપરાધી પીડિતને ડરાવાવ ધમકાવવા માટે આઝાદ થઇ જશે.