SC-ST ઍક્ટની વિરુદ્ધ નથી, પણ નિર્દોષને સજા ન થવી જોઇએ : સુપ્રીમ
Live TV
-
એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લીધેલા નિર્ણયના સંદર્ભમાં કેન્દ્ર સરકારની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટની ઓપન કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એટર્ની જનરલની અરજી પર સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે એક્ટની વિરૂદ્ધ નથી પરંતુ નિર્દોષ લોકોને સજા ન મળવી જોઈએ.
SC/ST ઍક્ટમાં ધરપકડ પહેલા તપાસ અનિવાર્ય કરવાના મામલે કેન્દ્રની પુનર્વિચારણા અરજી પર સુનાવણી થઇ. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એસસી-એસટી ઍક્ટની વિરુદ્ધ નથી પરંતુ, કોઇ નિર્દોષને સજા ન થવી જોઇએ. પુનર્વિચારણા અરજી સોમવારે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવી હતી. એર્ટની જનરલ કે.કે.વેણુ ગોપાલે, જસ્ટિસ એ.કે.ગોયેલની બેન્ચને પુનઃવિચારણા અરજીની સુનાવણી ખુલ્લી અદાલતમાં કરવા કરેલી વિનંતીનો બેન્ચે સ્વીકાર કર્યો હતો. જસ્ટિસ યુ.યુ.લલિત અને એ.કે.ગોયેલ સુનાવણી કરી રહ્યા છે.
સુપ્રીમે જણાવ્યું હતું કે, તે SC-ST એકટની વિરોધી નથી. પરંતુ તેના દુરૂપયોગ સામે ચિંતા સેવે છે. જે લોકો દેખાવો કરી રહ્યા હતા તેમણે ચૂકાદો વાંચ્યો પણ નહીં હોય. સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદા ઉપર સ્ટે મૂકવાનો ઈન્કાર કરતા તમામ રાજકીય પાર્ટીઓને બે દિવસની અંદર વિસ્તૃત જવાબ આપવા આદેશ કર્યો છે. અને આ અંગેની સુનાવણી હવે 10 દિવસ પછી કરવામાં આવશે. આજે સંસદમાં પણ આ મુદ્દે સ્પષ્ટતાઓ થઈ હતી. દલિત સંગઠન પર અત્યાતારને મુદ્દે, સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાને મુદ્દે ઉપજેલા વિવાદ , અને થયેલા દેખાવો અંગે , ગૃહમંત્રી રાજનાથ સિંહે , આજે સંસદમાં કેન્દ્રનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું , કે દલિતોના અધિકાર માટે સરકાર પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રીએ તમામ રાજકીય પક્ષોને , શાંતિ જાળવવા અપીલ કરી હતી. રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, દલિત સમુદાય પરના અત્યાચારને રોકવા , કાયદા કડક બનાવવા છે.