8 પોલીસ મથકો પર 8 મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર ધરાવતુ મુંબઈ દેશનું પ્રથમ શહેર બન્યુ
Live TV
-
મુંબઈ પોલીસની પહેલ અંતર્ગત જોવા મળી મહિલા સશક્તિકરણની અનોખી મિસાલ
દેશમાં પ્રથમવાર કોઈ રાજ્યની પોલીસે મહિલા સશક્તિકરણની અનોખી મિસાલ રજૂ કરી છે..મુંબઈ પોલીસે લીધેલા પોતાના એક ઐતિહાસિક નિર્ણય અંતર્ગત 8 મહિલા પોલીસ કર્મીઓને પોલીસ મથકના ઈન્ચાર્જ બનાવ્યા છે...આવુ કરના મુંબઈ દેશનું પ્રથમ શહેર બની ગયુ છે..પોલીસે લીધેલા આ નિર્ણયની ચારે તરફથી પ્રસંશાઓ થઈ રહી છે..આ આઠ મહિલા પોલીસ ઈન્ચાર્જને એવા વિસ્તારના પોલીસ મથકની જવાબદારી સોંપાઈ છે જ્યાં ગુનાખોરીની શ્રેણીમાં વિસ્તારને રેડ ઝોનમાં રખાયો હોય...આ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરો મુશ્કેલી છતાં વિસ્તારને અપરાધમુક્ત રાખવામાં સફળ રહી છે..સોશિયલ મિડિયામાં પણ આ પહેલની ખૂબ જ સરાહના થઈ રહી છે.
કોને કઈ જવાબદારી મળી?
એરપોર્ટ પોલીસ સ્ટેશન - અલકા માંડવી
સાયન પોલીસ સ્ટેશન - મૃદુલા લાડ
સહાર પોલીસ સ્ટેશન - લતા શિરસત
વનરાઈ પોલીસ સ્ટેશન - જ્યોત્સના રસમ
પંતનગર પોલીસ સ્ટેશન - રોહિણી કાલે
આરે પોલીસ સ્ટેશન - વિદ્યાલક્ષ્મી હિરમઠે
બીકેસી પોલીસ સ્ટેશન - કલ્પના ગડેકર