Skip to main content
Settings Settings for Dark

દુનિયાનું સૌથી ચોખ્ખુ પેટ્રોલ અને ડીઝલ હવે દિલ્હીમાં ઉપલબ્ધ

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે ઓઈલ ઉદ્યોગે ક્લીન ફ્યુઅલ ઉપલબ્ધ કરાવવા પોતાની પ્રતિબદ્ધતા દેખાડી

    દુનિયાનો સૌથી ચોખ્ખુ પેટ્રોલ અને ડીઝલ હવે દેશની રાજધાની દિલ્હીમાં સપ્લાય કરવામાં આવી રહ્યુ છે..અલ્ટ્રા-ક્લીન યૂરો 6 ઉત્સર્જન વાતાવરણના અનુકૂળ પેટ્રોલ-ડિઝલનું સપ્લાય કરવાનો નિર્ણય લેવાયો..દેશની ત્રણે મોટી કંપનીઓ IOC, HPCL અને BPCLના પેટ્રોલ પંપ પર આ નવું પેટ્રોલ-ડિઝલ ઉપલબ્ધ હશે. દેશમાં વાયૂ પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ન જાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ, નવા પેટ્રોલ-ડિઝલ માટે ગ્રાહકે કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ કરવાનો નહીં રહે. કંપની તરફથી આવેલ નિવેદન મુજબ, સ્વચ્છ ઈંધણનો ભાવ સામાન્ય ઈંધણની તુલનામાં 50 પૈસા પ્રતિ લિટર વધારે છે. જ્યારે પૂરા દેશમાં ગ્રેડ-6 પેટ્રોલ-ડિઝલનું વેંચાણ શરૂ થઈ જશે, ત્યારબાદ આ રકમ રિકવર કરવાનું પગલું ભરવામાં આવશે.

    કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માહિતી આપતા કહ્યુ કે ઓઈલ ઉદ્યોગે ક્લીન ફ્યુઅલ ઉપલબ્ધ કરાવવા પોતાની પ્રતિબદ્ધતા દેખાડી છે.હવે ઓટોમોબાઈલ ઉદ્યોગનો વારો છે કે તેઓ યુરો-6 કારોનું ઉત્પાદન શરુ કરે..ભારતમાં બનનાવી કાર બનાવતી કંપનીઓ યુરો-6 ગ્રેડ એન્જિનવાળી કારોની વિદેશમાં નિકાસ કરી રહી છે..તેમણે ફક્ત ડ્રાઈવર સીટની જગ્યા બદલવાની છે..અને ભારતમાં પણ યુરો-6 કાર વેચાવા લાગશે..ભારતમાં ડાબી તરફ સીટ ડ્રાઈવરની હોય છે જ્યારે યુરોપમાં ડ્રાઈવરની સીટ જમણી બાજુએ હોય છે. યુરો-6 પેટ્રોલ-ડીઝલમાં 10 પીપીએમ સલ્ફર હોય છે અને યુરો-4 ગ્રેડમાં 50 પીપીએમ સલ્ફર હોય છે..હાલમાં યુરો-4 ગ્રેડ પેટ્રોલ-ડીઝલનું ભારતમાં વેચાણ થાય છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
apply