Skip to main content
Settings Settings for Dark

ફેક ન્યુઝ ચલાવવા પર પત્રકારની માન્યતા થશે રદ્દ - IB મંત્રાલય

Live TV

X
  • પ્રથમ વખત માટે આવુ કરનાર પત્રકારની માન્યતા છ મહિના માટે રદ્દ થઈ શકે

    ફેક ન્યુઝ પર અંકુશ લગાવવાના ઉપાય અંતર્ગત સરકારે જણાવ્યુ છે કે જો કોઈ પત્રકાર ફેક ન્યુઝ કરતા કે તેનો દુષ્પ્રચાર કરતા પકડાશે તો તેની માન્યતા કાયમ માટે રદ્દ કરવામાં આવી શકે છે.સૂચના અને પ્રસારણ મંત્રાલયે જારી કરેલા વિજ્ઞાપનમાં જણાવવામાં આવ્યુ છે કે પત્રકારોની માન્યતા માટે સંશોધિત દિશાનિર્દેશો મુજબ જો ફેક ન્યુઝના પ્રકાશન અથવા પ્રસારણની પુષ્ટિ થાય છે તો પ્રથમ વખત માટે આવુ કરનાર પત્રકારની માન્યતા છ મહિના માટે રદ્દ થઈ શકે છે..બીજી વખત પકડાશે તો આવા પત્રકારોની માન્યતા એક વર્ષ માટે રદ્દ કરવામાં આવશે...અને જો ત્રીજી વખત ઉલ્લંઘન કરતા પકડાશે તો આવા પત્રકાર(મહિલા કે પુરુષ) ની માન્યતા રદ્દ કરવામાં આવશે..મંત્રાલયે કહ્યુ કે ફેક ન્યુઝ મામલે પ્રિન્ટ મિડિયાથી સંબંધિત હોય તો તે અંગેની કોઈ પણ ફરિયાદ ભારતીય પ્રેસ પરિષદને મોકલવામાં આવશે..પરંતુ જો આ ઈલેક્ટ્રોનિક મિડિયા સંબંધિત મામલો હોય તો ફરિયાદ ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસિયેસનને મોકલમાં આવશે..આવુ એટલા માટે કારણ કે નક્કી થઈ શકે કે સમાચાર ખોટા હતા કે નહી..મંત્રાલયે કહ્યુ કે આ એજન્સીઓને 15 દિવસમાં ખબર સાચી હતી કે ખોટી તે નક્કી કરવું પડશે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply