લોકસભા અને રાજયસભામાંથી વક્ફ બિલ પસાર
Live TV
-
વક્ફ બિલના પક્ષમાં ૧૨૮ સભ્યોએ મતદાન કર્યું અને ૯૫ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું
રાજયસભામાંથી વકફ બિલ પસાર થઈ ગયું છે. 12 કલાક તેમજ મોડી રાત સુધી ચાલેલી ચર્ચા બાદ આ બિલના પક્ષમાં ૧૨૮ સભ્યોએ મતદાન કર્યું અને ૯૫ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું. લોકસભા અને રાજયસભામાંથી આ બિલ પસાર થયા બાદ હવે બિલને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. અને ત્યાર બાદ કાયદો બનશે. વક્ફ બોર્ડ અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને સંકલન વધારીને વહીવટમાં સુધારો કરવાનો ઉદ્દેશ્ય છે. ત્યારે બિલ પરની ચર્ચાનો જવાબ આપતા, લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે આ કાયદાથી મુસ્લિમ સમુદાયના કરોડો ગરીબ લોકોને ફાયદો થશે. તેઓએ વધુમાં જણાવ્યું કે સંયુક્ત સંસદીય સમિતિમાં બધા સભ્યોના સૂચનો પર વિચાર કરવામાં આવ્યો હતો અને તેમને બિલમાં સામેલ કરવામાં આવ્યા હતા. વિપક્ષે પણ ચર્ચા બાદ બિલ અંગેના ઘણા સંશોધન પ્રસ્તાવ રજૂ કર્યા હતા.