ઝારખંડમાં આયુષ્માન યોજના હેઠળ હોસ્પિટલોમાં કરોડો રૂપિયાની છેતરપિંડી
Live TV
-
ઝારખંડની ઘણી હોસ્પિટલોએ દર્દીઓની સારવાર માટે નકલી બિલ બનાવ્યા
ઝારખંડના રાંચીમાં આયુષ્માન ભારત યોજનામાં ગેરરીતિઓના કિસ્સામાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. શહેરના અશોક નગર, પીપી કમ્પાઉન્ડ, એદલહાટુ, બારિયાટુ, લાલપુર અને ચિરાઉન્ડી વિસ્તારોમાં અનેક સ્થળોએ કડક સુરક્ષા વચ્ચે કાર્યવાહી કરવામાં આવી છે.EDએ રાંચી સિવાય કુલ 21 સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલમાં આયુષ્માન ભારત યોજનામાં અનિયમિતતાઓ બહાર આવી હતી. ઝારખંડની ઘણી હોસ્પિટલોએ દર્દીઓની સારવાર માટે નકલી બિલ બનાવ્યા અને કરોડોનું કૌભાંડ આચર્યું..મૃત્યુ પામેલા ઘણા લોકોની સારવારના નામે પૈસા પણ ઉપાડી લેવામાં આવ્યા.. . આ અંગે, આરોગ્ય વિભાગે કેટલીક હોસ્પિટલો સામે નોંધાયેલી FIRની માહિતી અનુસાર EDને મોકલી હતી.ઝારખંડમાં આયુષ્માન યોજના હેઠળ 750 થી વધુ હોસ્પિટલો સૂચિબદ્ધ છે. આમાંની ઘણી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો છે