સેન્સેક્સ 75,535 ની સપાટી પર અને નિફ્ટી 22092ની સપાટી પર ટ્રેડ
Live TV
-
BSE સેન્સેક્સમાં 760 અંકથી વધુનું ગાબડું જ્યારે નિફ્ટી પણ 292 અંક નીચે ગગડી
અઠવાડિયાના છેલ્લા દિવસે BSE સેન્સેક્સમાં 760 અંકથી વધુનું ગાબડું પડયું છે. અને સેન્સેક્સ 75 હજાર 535 ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી પણ 292 અંક નીચે ગગડીને 22 હજાર 92ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. શુક્રવારે ઇક્વિટી બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેમાં બેન્ચમાર્ક સૂચકાંકો એક ટકાથી વધુ ઘટ્યા હતા. બજાર નિષ્ણાતોના મતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફની જાહેરાતો અને અમલને પગલે બજારમાં આ પરિસ્થિતિ જોવા મળી છે. સોનાં -ચાંદી બજારની વાત કરીએ તો સોનાનો ભાવ 342 રૂપિયા ઘટીને 89 હજાર 715 થયો છે. અને ચાંદીનો ભાવ 1300 રૂપિયા જેટલો ઘટીને એક લાખની સપાટીએ થી 93 હજારે પહોંચ્યો છે.