CBI ઈન્ટરપોલ દ્વારા UAEથી આદિત્ય જૈનને પરત લાવવાની અપાઈ ખાતરી
Live TV
-
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ઈન્ટરપોલ ચેનલોથી આદિત્ય જૈનને UAEથી ભારત પરત લાવવામાં સફળતા મેળી. આદિત્ય જૈન એક આંતરરાષ્ટ્રીય ગુના સિન્ડિકેટનો સહયોગી છે અને અનેક ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો.
CBIના આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર એકમે, NCB-અબુ ધાબી અને રાજસ્થાન પોલીસના સહયોગથી, આદિત્ય જૈનને ભારત પરત લાવવામાં મદદ કરી. શુક્રવારે રાજસ્થાન પોલીસની એક ટીમ આદિત્ય જૈનને UAEથી ભારત લાવી ટીમ વૉન્ટેડ આરોપી સાથે જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી. CBI ઈન્ટરપોલે આદિત્ય જૈનનો સતત પીછો કરી તેને શોધી કાઢ્યો હતો.
રાજસ્થાન પોલીસે આદિત્ય જૈનને અનેક ગુનાહિત કેસોમાં વૉન્ટેડ જાહેર કર્યો છે, જેમાંથી એક ગુનો રાજસ્થાનના દીદવાના જિલ્લાના કુચામન શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. એવો આરોપ છે કે જૈન અને તેની ગેંગે વોટ્સએપ/સિગ્નલ VoIP કોલ દ્વારા ધનિક ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગી હતી. જ્યારે ખંડણીના રૂપિયા ચૂકવવામાં આવતા ન હતા, ત્યારે ગેંગના સભ્યો ગોળીબાર કરતા હતા અને વ્યક્તિઓ અને તેમના પરિવારોને ધમકાવતા હતા.
રાજસ્થાન પોલીસની માંગ પર, CBIએ 18 ફેબ્રુઆરીએ ઈન્ટરપોલ દ્વારા આ કેસમાં રેડ નોટિસ પ્રકાશિત કરી હતી. ઈન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલ રેડ નોટિસ વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને વૉન્ટેડ ગુનેગારોને શોધવા માટે મોકલવામાં આવે છે.
ભારતમાં ઇન્ટરપોલ માટે નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) તરીકે કાર્ય કરતી CBI, ભારતપોલ દ્વારા ઇન્ટરપોલ ચેનલો દ્વારા સહાય મેળવવા માટે ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઈન્ટરપોલ ચેનલોથી 100થી વધુ વૉન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા છે.