લોકસભા ગૃહની કાર્યવાહી બીજા દિવસે રખાઇ મોકૂફ
Live TV
-
ભાગેડુ આર્થિક બિલ દાખલ થતા લોકસભામાં થયો હોબાળો.
બજેટ સત્રના બીજા રાઉન્ડમાં સપ્તાહના પ્રથમ દિવસે આજે લોકસભા 11 વાગે શરૂ થતાની સાથે વિરોધ પક્ષ અને સહયોગી સભ્યોએ તેમની માંગને લઈને ઘોંઘાટ કરતાં અધ્યક્ષે બપોરે 12 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મોકૂફ રાખી હતી. બપોરે 12 વાગે ગૃહ મળતાં રાજ્યકક્ષાના નાણાંમંત્રી શિવપ્રતાપ શુકલાએ લોકસભામાં ભાગેડુ આર્થિક બિલ દાખલ કર્યું હતું. આ સમયે ગૃહમાં ઘોંઘાટ થતાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.