લોકસભા ગૃહમાં હોબાળો યથાવત
Live TV
-
નાણાકીય બિલ સહિતના વિવિધ મુદ્દાઓ પર સાંજે પાંચ ચર્ચા કરાશે.
બજેટ સત્રના બીજા રાઉન્ડમાં આજે આઠમાં દિવસે સંસદના લોકસભા ગૃહમાં વિરોધ પક્ષે હોબાળો ચાલુ રાખી કાર્યવાહીને ચાલવા દીધી ન હતી. શોરબકોર વચ્ચે સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે નિવેદન કર્યું હતું, કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિરોધ પક્ષના વિરોધ વચ્ચે ગૃહ ચાલતુ નથી. જેથી આજે ફાયનાન્સ બિલ સહિતના વિવિધ વિધેયક હાથ ધરવામાં આવે તેવી સરકાર પક્ષે રજુઆત કરી હતી. વિવિધ પક્ષના સભ્યોના શોર બકોર વચ્ચે અધ્યક્ષે ગૃહમાં કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી ગૃહ શોરબકોરના કારણે ચાલી શક્યુ નથી. આમ છતાં આવશ્યકતાને ધ્યાને લઈ નાણાકીય બિલ સહિતના અગત્યના વિધેયક અંગે કાર્યવાહી સાંજે પાંચ વાગે ચાલશે. તેમ જણાવી ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી મોકૂફ રાખી હતી.
દરમ્યાન, ત્યારબાદ ગૃહ મળતાં નાણા વિભાગનું વિધેયક 2018 દાખલ કરીને તેને ધ્વનિમતે પસાર કરીને ગૃહની કાર્યવાહી સમગ્ર દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે.