ગૃહમંત્રી રાજનાથસિંહે સુકમા હુમલા અંગે પોતાની સંવેદના પ્રગટ કરી
Live TV
-
ગૃહમંત્રી રાજનાથસિંહે સુકમા હુમલા અંગે પોતાની સંવેદના પ્રગટ કરી
ગૃહમંત્રી રાજનાથસિંહે, રાજ્યમંત્રી હંસરાજ આહીરને છત્તીસગઢ જઈ સ્થિતિની વ્યાપક સમિક્ષા કરવા કહ્યું છે. છત્તીસગઢના CM ડૉ. રમણસિંહ હોસ્પિટલ પહોંચ્યા હતા, અને બનાવમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી, તેમની તબિયતની પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલના તબીબોને ધાયલ જવાનોની સારી સારવાર કરવા કહ્યું છે.
ગૃહમંત્રી રાજનાથસિંહે સુકમા હુમલા અંગે પોતાની સંવેદના પ્રગટ કરી છે. તેમણે સુકમા બ્લાસ્ટમાં જાન ગુમાવનાર જવાનોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
છત્તીસગઢના નક્સલ પ્રભાવી ક્ષેત્ર સુકમામાં માઓવાદીના હુમલામાં CRPFના નવ જવાન શહીદ થયો છે. નક્સલીઓએ એન્ટી લેન્ડ માઈન વાહનને નિશાન બનાવ્યું હતું. આ હુમલો જિલ્લાના કિસ્તારામમાં નક્સલીઓ દ્વારા બ્લાસ્ટ કરીને કરાયો હતો. આ હુમલો એ સમયે થયો જ્યારે બટાલિયનની ટૂકડી એન્ટી લેન્ડ માઈન વાહનમાં સવાર થઈ પેટ્રોલિંગ માટે નીકળ્યું હતું.