સુપ્રિમ કોર્ટે 31 માર્ચ સુધી આધાર સાથે જોડવાની સમયમર્યાદા લંબાવી
Live TV
-
સુપ્રિમ કોર્ટે સરકારની વિવિધ સેવાઓ અને કલ્યાણકારી યોજનાનો લાભ પ્રાપ્ત કરવા, 31 માર્ચ સુધી અનિવાર્યરૂપે આધાર સાથે જોડવાની સમયમર્યાદા લંબાવી છે.
સુપ્રિમ કોર્ટે સરકારની વિવિધ સેવાઓ અને કલ્યાણકારી યોજનાનો લાભ પ્રાપ્ત કરવા, 31 માર્ચ સુધી અનિવાર્યરૂપે આધાર સાથે જોડવાની સમયમર્યાદા લંબાવી છે. આ રાહત, આધાર નંબર અને તેની સાથે જોડાયેલ કાયદાની માન્યતા ઉપર સંવિધાન બેન્ચનો નિર્ણય આવવા સુધી લંબાવી છે. સમય સીમાનો આ વિસ્તાર, બેન્ક ખાતા અને મોબાઈલ ફોન નંબરને આધાર સાથે જોડવાની અનિવાર્યતા ઉપર પણ લાગુ થશે. UIDAI એ કહ્યું, કે નવું બેન્ક ખાતું ખોલવા અને તત્કાલ પાસપોર્ટ માટે આધારની જરૂરિયાત ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 15 ડિસેમ્બરે વિવિધ સેવા અને કલ્યાણકારી યોજનાનો લાભ પ્રાપ્ત કરવા તેને આધાર સાથે જોડવાની અનિવાર્યતા, 31 માર્ચ 2018 સુધી લંબાવી હતી