ફ્રોડ થતાં અટકાવા RBIએ લેટર ઓફ અંડરટેકિંગ ઈશ્યુ કરવાની પ્રથા કરી બંઘ
Live TV
-
PNB જેવા ગોટાળા ઉપર નિયંત્રણ રાખવા, રિઝર્વ બેન્કે બેન્કોને લેટર ઓફ અંડરટેકિંગ અથવા લેટર ઓફ કમ્ફર્ટ ઈશ્યુ કરવાની પ્રથા તાત્કાલિક અસરથી બંધ કરવા કહ્યું છે.
PNB જેવા ગોટાળા ઉપર નિયંત્રણ રાખવા, રિઝર્વ બેન્કે બેન્કોને લેટર ઓફ અંડરટેકિંગ અથવા લેટર ઓફ કમ્ફર્ટ ઈશ્યુ કરવાની પ્રથા તાત્કાલિક અસરથી બંધ કરવા કહ્યું છે. રીઝર્વ બેન્કના પરિપત્રમાં જણાવાયું છે, કે AB શ્રેણી એકની બેન્કો દ્વારા ભારતમાં આયાતથી જોડાયેલ કારોબારી લોન માટે, લેટર ઓફ અંડરટેકિંગ કે લેટર ઓફ કમ્ફર્ટ ઈશ્યુ કરવાની પ્રથા તાત્કાલિક બંધ કરવા નિર્ણય કરાયો છે. લેટર ઓફ ક્રેડિટ ઈશ્યુ કરવું માન્ય રહેશે. આ શરતો પહેલી જુલાઈ - 2015ના ઈશ્યુ કરેલ બેકિંગ નિયમન વિભાગના પ્રાથમિક પરિપત્રમાં ગેરેન્ટી અથવા શેર સિક્યુરિટી સાથે જોડાયેલ જોગવાઈ અનુરૂપ હોવી જોઈએ. પંજાબ નેશનલ બેન્કમાં લગભગ 12 હજાર 968 કરોડ રૂપિયાના ગોટાળાની જાણકારી RBIને મળી હતી. આ કેસમાં, નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ, કથિતરૂપે ઉપજાવી કાઢેલ લેટર ઓફ અંડરટેકિંગ અને લેટર ઓફ ક્રેડિટ ઈસ્યુ કરીને કૌભાંડ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે, કે CBI અને E.D. સહિતની ઘણી એજન્સી આ કેસમાં તપાસ કરી રહી છે