આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં કર્યો વધારો
Live TV
-
આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં કર્યો વધારો.
30મી માર્ચ સુધીમાં આધાર કાર્ડ લિંક કરાવવાની સમયસીમા બાબતે આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. અદાલતની સંવૈધાનિક પીઠનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓની સાથે ફરજિયાત આધાર લિન્ક કરવાની સમયસીમાને સર્વોચ્ચ અદાલતે વધારી દીધી છે, જે 31 માર્ચ સુધીની હતી. બેન્કમાં 31મી માર્ચ સુધી સામાન્ય જનતાએ આધારલીંક કરવાનું હતું. પરંતુ હવે સમય મર્યાદા વધી ગઈ છે. આધાર લિંક કરવાની સમયસીમા નક્કી કરવા વિરુદ્ધ અદાલતમાં દાખલ થયેલી એક જનહિતની અરજી પછી એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સર્વોચ્ચ અદાલતની સંવૈધાનિક પીઠને કહ્યું હતું, કે કેન્દ્ર દ્વારા આધાર લિંક કરવાની સમયસીમા વધારવામાં આવી છે, અને ફરીથી એમ થઇ શકે તેમ છે. વિવિધ વિભાગોમાં સબસીડી મેળવનાર લાભાર્થીઓએ પોતાના બેન્ક ખાતા સાથે આધારકાર્ડ જોડવું જરૂરી છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં સર્વોચ્ચ અદાલતે સરકારને નિર્દેશ આપ્યો હતો, કે આધારને બેન્કના ખાતા અને મોબાઇલ ફોન સાથે લિન્ક કરવાની સમયસીમા 31 માર્ચ સુધી વધારવી જોઇએ. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ.કે.સિકરી, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ - એમ પાંચ સભ્યોની સંવિધાન પીઠે, એટર્ની જનરલની ટિપ્પણી સાથે પોતાની સહમતિ દર્શાવી હતી.