ભારત અને મોરેશિયસ વચ્ચે ચાર મહત્વના કરારો કરાયા.
Live TV
-
મોરેશિયસના 50માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં મોરેશિયસ પહોંચયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.
મોરેશિયસના 50મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં મોરેશિયસ પહોંચેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે મોરેશિયસની સુરક્ષા ક્ષમતામાં વધારો કરવા માટે અને તેના રક્ષા ઉપકરણોની ખરીદી માટે 10 કરોડનું ઋણ આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીણ જગનોતની હાજરીમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતે મોરેશિયસને બહુદેશીય તટીય જહાજ વેચવા માટે સહમતિ દર્શાવી છે. જે માટે શાખપત્ર દ્વારા ધન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત 50 લાખ ડોલરનું અનુદાન પણ શાખપત્ર દ્વારા આપવામાં આવશે.