વારાણસીમાં 800 કરોડની યોજનાઓનું લોકાર્પણ
Live TV
-
ગરીબોને સારવારનો હક છે, જેના માટે સરકાર મદદ કરશે : પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી ખાતે ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્યુનલ મૈંક્રોએ મુલાકાત લીધી હતી. જ્યાં પ્રધાનમંત્રી વારાણસી આવી પહોંચતા રાજ્યપાલ રામ નાઇક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. વારાણસી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે અસ્સી ઘાટ ખાતે નૌકા વિહાર દરમિયાન વિવિધ પ્રસિદ્ધઘાટોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બંને મહાનુભાવો ભારતીય સંસ્કૃતિને દર્શાવતા દિનદયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલની પણ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી અને પટનાને જોડનારી મહામના એક્સપ્રેસટ્રેનને લીલી ઝંડી આપી હતી. જેના દ્વારા ઓછામાં ઓછા સમયમાં કાશીથી પટના પહોંચી શકાશે. આ પહેલાં પ્રધાનમંત્રી સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મિરઝાપુર ખાતે 100 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગરીબોના ઘર માટે ચાવીનું વિતરણ કર્યું. તેમજ ગરીબોને સારવારનો હક છે. જે માટે સરકાર મદદ કરશે. તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ વારાણસી માટે 800 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો, અને કાશીને નવા મુકામ પર લઇ જવાની મહત્વકાંક્ષાને જાહેર કરી હતી.