Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી

Live TV

X
  • 756 ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત, રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી, C-Vigil મોબાઈલ ઍપ પર કુલ 218 ફરિયાદો

    લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. ચૂંટણી ખર્ચ નિરિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા  756 ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં રૂ.1.35 કરોડની કિંમતનો 39, 584 લીટર દારૂ, રૂ.2.28 કરોડની કિંમતનું 3.41 કિલો સોનું અને ચાંદી તથા મોટરકાર, મોટર સાઈકલ અને અખાદ્ય ગોળ સહિતની રૂ.2.27 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તેમજ C-Vigil  મોબાઈલ ઍપ પર  કુલ 218 ફરિયાદો મળી હતી, જેનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવ્યો છે.  ઉપરાંત National Grievance Services Portal પર  મતદાર ઓળખપત્ર  અંગેની 942 મતદાર યાદી સંબંધી 68 મતદાર કાપલી સંબંધી 20 અને અન્ય 321 મળી કુલ 1,351 ફરિયાદો મળી છે. વધુમાં અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,47,195  અને ખાનગી મિલકતો પરથી કુલ 54, 924 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો અને પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply